મોરબી તાલુકાનાં જુદાજુદા ગામડાઓના રસ્તાનું મંત્રી બ્રિજેશભાઇ મેરજા કરશે ખાતમુહૂર્ત
હળવદના બગીચામાંથી મળેલ અજાણ્યા પુરુષની લાશ: વારસદારને શોધવા કવાયત
SHARE
હળવદના બગીચામાંથી મળેલ અજાણ્યા પુરુષની લાશ: વારસદારને શોધવા કવાયત
હળવદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જેમાં ૪૦ થી ૫૦ વર્ષના કોઈ અજાણ્યા પુરુષની તા.૧૦/૧૦/૨૦૨૧ રોજ હળવદમાં ત્રણ રસ્તા પાસે આવેલ નગરપાલીકાના બગીચામાથી લાશ મળી છે અને મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી.
જે અજાણ્યા ૪૦ થી ૫૦ વર્ષના પુરુષની લાશ મળી છે તે શરીરે મજબુત બાધાનો છે અને શરીરે શર્ટ પહેરેલ નથી તેમજ ક્રિમ કલરનું પેન્ટ પહેરેલ છે. તેમજ મરણ જનારના શરીરે ચહેરાનો ભાગ સંપૂર્ણ કોહવાય ગયેલ હાલતમાં હોય જેના ચેહરો કાળાશ પડતો જણાય છે. આ મરણ જનારના વાલી વારસોએ હળવદ પોલીસ સ્ટેશનના ઈ-મીઈલઃ-polstn-hal-mor@gujarat.gov.in પર અથવા હળવદ પીએસઆઈના મો.૯૮૨૫૮૨૭૮૪૩ અથવા હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પીએસઆઈ આર.બી.ટાપરીયાની યાદીમાં જણાવાયું છે.