હળવદના બગીચામાંથી મળેલ અજાણ્યા પુરુષની લાશ: વારસદારને શોધવા કવાયત
વાંકાનેરમાથી ગુમ થયેલા બાળકને પોલીસે તાબડતોબ પોલીસે શોધી કાઢ્યો
SHARE
વાંકાનેરમાથી ગુમ થયેલા બાળકને પોલીસે તાબડતોબ પોલીસે શોધી કાઢ્યો
વાંકાનેર ૨૫ વારીયા રાજકોટ રોડ ઉપર રહેતા સોહાનાબેન મોહસીનખાન બાદરખાન પઠાણ (ઉ.૩૬) પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોતાનો દીકરો સહેજાનખાન (ઉ.૧૨) જે ધોરણ-૦૬ મા વાંકાનેર પતાળીયાના કાંઠે આવેલ શારદા વિધાલયમાં સવારે આઠ વાગ્યે ભણવા મુકવા ગયેલ હતા પછી પોણા નવેક વાગ્યે શારદા વિધાલયના વિદ્યાર્થીના ટીચરે વાલીને ફોન કરેલ કે તમારૂ બાળક ભણવા આવેલ નથી તેમ જાણ કરતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. તથા પીએસઆઈ બી.ડી.જાડેજા તથા ટીમના હીરાભાઇ, હરપાલસિંહ, અજીતભાઇ, આસીફભાઇએ તાબડતોડ વાંકાનેર સીટી વિસ્તાર ખુંદીવાળી ગલી ખાચા અવાવરૂ જગ્યાએ શોધખોળ કરતા ૨૫ વારીયા પાછળના ભાગે મોબાઇલ ટાવરના ઓથમા વંડી પાછળ છુપાઇ બેઠેલ ગુમ થયેલ વિધાર્થી (બાળક) મળી આવેલ હતો તે પોલીસ સ્ટેશન લાવી તેમના મા-બાપને સોપતા તેમના મા-બાપ સાથે પોલીસે મીલન કરાવેલ છે જેથી બાળકના પરીવારજનોએ પોલીસનો આભાર માનેલ છે