મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી નજીકના કારખાનેથી આઇસરમાં ૩.૨૭ લાખનો માલ ભરીને ડિલરને ન પહોચાડી વાહન ચાલક-માલિકે કરી છેતરપિંડી


SHARE







મોરબી નજીકના કારખાનેથી આઇસરમાં ૩.૨૭ લાખનો માલ ભરીને ડિલરને ન પહોચાડી વાહન ચાલક-માલિકે કરી છેતરપિંડી

મોરબી તાલુકાના પીપળિયા ગામ પાસે આવેલ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આઇસર ગાડીના માલિક અને ડ્રાઈવર દ્વારા ,૨૭,૫૪૦ નો માલ ભરવામાં આવેલ હતો જે અમદાવાદ કારખાનેદારના ડિલરને નહિ પહોચાડીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇસર ગાડીના માલિક અને ડ્રાઈવર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રી નગર-૧ માં રહેતા મિહિરભાઈ ત્રીભુવનભાઈ અઘારા જાતે પટેલ (ઉ-૩૨)એ હાલમાં બ્રાઉન કલરની આઈસર ગાડી નં- જીજે 23 એટી ૦૭૨૫ ના માલિક મયુરભાઈ જેના મો.નં ૮૭૩૪૦ ૯૩૩૩૬ તથા તેમના ડ્રાઈવર મયુરસિંહ જેના મો.નં-૯૧૦૪૬ ૫૭૪૬૩ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૯/૯/૨૦૨૧ થી આજ દિન સુધીમાં મોરબી તાલુકાના પીપળિયા ગામની સીમ સર્વે નં-૧૩૩/૩ પીપળીયા-મહેન્દ્રગઢ(ફગાસીયા) રોડ ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ વુડ પલ્પ પેનલ એલ.એલ.પી.માથી આરોપીઓએ ફરીયાદિને વિશ્વાસમા લઈ ફરીયાદીના કારખાનામાથી અલગ-અલગ માલ જેની કુલ મળીને કિંમત ,૨૭,૫૪૦ થાય છે તે માલ પોતાના વાહનમાં લઈ જઈને ફરિયાદીના ડિલર પ્રાઈમ પેનલ્સ અમદાવાદ ખાતે નહિ પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિડી કરેલ છે જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી ૪૦૭૪૨૦૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News