વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે સિરામીક ઉદ્યોગપતિની પ્રેરણાદાયી પહેલ


SHARE









મોરબીમાં મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે સિરામીક ઉદ્યોગપતિની પ્રેરણાદાયી પહેલ 

ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠતમ એવા રામાયણ જેવા મહાન ગ્રંથના રચનાકાર તેમજ માતા સીતાજીના પાલનહાર અને લવ-કુશનો ઉછેર કરનારા મહર્ષિ વાલ્મિકીજીનું સમગ્ર હિન્દૂ સમાજ ઉપર ખુબ મોટું ઋણ છે તેથી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા ભગવાન મહર્ષિ વાલ્મીકિની જયંતિની નિમિતે ભારત વિકાસ પરિષદના મોરબી જીલ્લા ઉપપ્રમુખ હરેશ બોપલિયાના નિવાસે તેમના સૌ પરિવારજનોએ શ્વેતાબેન સોલંકી (ટ્યુશન ક્લાસ-મોરબી), આરતીબેન શુક્લના (સીવણ કેન્દ્રના કાર્યકર્તા), દીપાબેન તિવારી (સફાઈ કર્મચારી) તેમજ નેહાબેન ચૌહાણ (રાષ્ટ્ર સેવિકા સમિતિ-મોરબી) અને તેમના પરિવારજનો-સંતાનોએ સાથે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને નાતજાતના ભેદભાવોથી ઉપર ઉઠવાનો નાનકડો પ્રયાસ કરીને તે વાત સમાજમાં પણ પ્રસ્થાપીત થાય તેનો પ્રયાસ સિરામીક ઉદ્યોગપતિ અને ભારત વિકાસ પરિષદના મોરબી જીલ્લા ઉપપ્રમુખ હરેશ બોપલિયાના પરિવારે કર્યો હતો.




Latest News