મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એકની ધરપકડ


SHARE







































મોરબીની રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે એકની ધરપકડ

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી જે ચોરાયેલ બાઈકની સાથે મોરબી તાલુકા પોલીસે હાલમાં રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસે એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મિલક્ર્ત વિરોધી ગુનાના ડિટેકશન સહિતની કામગીરી કરવામાં આવે છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણાના સીધા માર્ગ દર્શન હેઠળ પીએસઆઇ બી.એમ. બગડા નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો કામ કરી રહ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનતા બનાવો અનુસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ રફાળેશ્વર-પાનેલી ચોકડી પાસે એક શખ્સ કાળા કલરનું નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો બાઇક લઈને નીકળ્યો હતો તેને રોકીને વાહનના આર.ટી.ઓ. ને લગત કાગળો તથા આર.સી. બુક બાબતે પુછતા પોતાની પાસે ન હોવાનું તેને કહ્યું હતું જેથી કરીને હરેશભાઇ આગલ તથા રમેશભાઈ મુંધવાએ પોકેટ મોબાઇલમાં આ બાઈના એન્જીન નં. અને ચેસીસ નં. નાખીને સર્ચ કરતાં આ બાઇક યુસુફભાઇ ઇસ્માઇલભાઇ લોખંડવાલા રહે. મોરબી વાળાની માલીકીનુ હોવાનું સામે આવ્યું હતું જેથી તેનો સંપર્ક કરતા બાઇક ૨૦૨૨ નું છે અને તેની ચોરી કરવામાં આવેલ છે તેવી માહિતી સામે આવી હતી અને તેની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાવેલ છે જે ગુનો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી સી.આર.પી.સી. કલમ-૧૦૨, ૪૧(૧) (ડી) મુજબની કાર્યવાહી કરી હતી અને હાલમાં પોલીસે ઝાલાભાઇ રામજીભાઈ ઇન્દરીયા જાતે કોળી (૪૯) રહે. જાંબુડીયા તા.જી. મોરબી મુળ રહે. રાતાભેર, તા. હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને હવે આગળની તપાસ પીએસઆઈ બી.એમ. બગડા કરી રહ્યા છે 














Latest News