મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં સસ્તી દારૂને મોંઘી બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ: દારૂની ખાલી બોટલો, સ્ટિકર અને ઢાંકણા પોલીસે કબજે કર્યા


SHARE







મોરબીમાં સસ્તી દારૂને મોંઘી બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ: દારૂની ખાલી બોટલો, સ્ટિકર અને ઢાંકણા પોલીસે કબજે કર્યા

મોબી જીલ્લામાં અગાઉ નકલી રેમડેસીવીરનું કૌભાંડ સામે આવ્યું હતી ત્યાર બાદ મોરબીના રફાળેશ્વર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી અને હાલમાં મોરબી એલસીબીની ટીમે સસ્તી દારૂમાંથી મોંઘી દારૂની બોટલો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરેલ છે અને મોરબી રણછોડનગરના રહેતા શખ્સનાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે મકાનમાં સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની બોટલો બનાવી વેચવાનુ કારસ્તાન પકડી ઝડપાયું છે જેથી કરીને પોલીસે હાલમાં અલગ અલગ બ્રાન્ડની કાચની ખાલી ૭૫૦ એમ.એલ.ની ૩૯૬ બોટલો, ઢાંકણા ૩૨૪ નંગ અને અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો ૬૪૦ નંગ તેમજ ૪૧ બોટલો આમ કુલ મળીને ૧૪,૪૯૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી હાજર ના હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા એસપીએ સૂચના આપેલ છે ત્યારે મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં એલસીબી સ્ટાફના નિરવભાઇ મકવાણા અને દશરથસિંહ પરમારને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કેમોરબીના રણછોડનગર સાઇબાબા મંદિરની આગળની શેરીમાં ભાડેથી મકાન રાખી તે મકાનમાં અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ રહે. મોરબી જોન્સનગર વાળો બહારથી ભારતીય બનાવટનો સસ્તો ઇંગ્લીશ દારૂ લાવી તે સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાંથી ઇંગ્લીશ દારૂ કાઢી મોંઘી ઇંગ્લીશ દારૂની બોટલોમાં ભરી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો લગાવી મોંઘા ભાવે ઇંગ્લીશ દારૂની બોટલોનુ વેચાણ કરે છે.

જેથી કરીને મોરબી એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના કબજા ભોગવટા વાળા મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ભરેલ બોટલો તેમજ ખાલી બોટલોસ્ટીકરો અને ઢાંકણા સહિતનો માલ સમાન મળેલ હતો જેથી કરીને પોલીસે ઘરમાંથી પોલીસે બ્લેકડોગ સેન્ટેનરી બ્લેક રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની ૧૮ બોટલો, બ્લેકેન વાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલીની ૬ બોટલો, ચીવાસ રીગલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલીની ૩ બોટલો, જોનીવોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ની ૭૫૦ મીલીની કાચની ૨  બોટલો અને 8 PM સ્પેશ્યલ રેર વ્હીસકીની ૭૫૦ મીલીની ૧૨ બોટલો કબજે કરેલ છે 

તે ઉપરાંત ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની ખાલી ૭૫૦ એમ.એલ.ની કુલ ૩૯૬ બોટલો, અલગ અલગ બ્રાન્ડની બોટલોના ૩૨૪ ઢાંકણા અને બોટલો ઉપર લગાડવાના અલગ અલગ બ્રાન્ડના૬૪૦  સ્ટીકરો મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં પોલીસે ૧૪,૪૯૦/- નો મુદામાલ કબજે કરેલ છે. જો કે, રેડ કરી ત્યારે આરોપી અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ રહે. મોરબી જોન્સનગર વાળો હાજર ના હતો જેથી તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે અને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News