મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા-જમીનની માપણી સહિતના પ્રશ્નો મંત્રીની સમક્ષ રજૂ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાનને માર મારીને રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ


SHARE





મોરબી નજીક લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાનને માર મારીને રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ

મોરબીના જુના ઘૂટું રોડે આવેલ સીમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને રોકીને એક શખ્સે લિફ્ટ લીધી હતી અને ત્યાર બાદ બે શખ્સો ત્યાં આવ્યા હતા અને આ ત્રણેય શખ્સોએ મળીને યુવાનનું બાઈક ઉભું રખાવીને તેની પાસેથી રોકડા રૂપિયા ૧૨૦૦, મોબાઈલ ફોન અને બાઇકની લૂંટ કરી હતી અને આ શખ્સો કુલ મળીને ૨૬,૨૦૦ ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરીને નાસી ગયેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે લૂંટનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી નજીક આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતા હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (૪૪)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હરેશ, રવિ અને અજય નામના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તે મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે હરેશ નામના વ્યક્તિએ પોતાને મોરબી આવવું છે તેવું કહીને ફરિયાદીના બાઈકમાં લિફ્ટ લીધી હતી અને ત્યારબાદ પાછળથી રવિ અને અજય નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તે બંને આરોપીએ ફરિયાદી યુવાનનું બાઈક ઉભું રખાવીને તેને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી યુવાનને પકડી રાખીને હરેશ નામના શખ્સે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧૨૦૦, અન્ય કાગળ ભરેલું પાકીટ, ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ અને તેનું બાઈક નંબર જીજે ૩ એચ કે ૬૫૦૦ જેની કિંમત ૨૦૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૨૬૨૦૦ ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરીને આ ત્રણ શખ્સો નાસી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. છાસિયા ચલાવી રહ્યા છે




Latest News