મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-છરી વડે હુમલો


SHARE













મોરબીમાં મિત્રના ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા યુવાન ઉપર ચાર શખ્સોનો તલવાર-છરી વડે હુમલો

મોરબીના ત્રાજપર વિસ્તારમાં મિત્રને થયેલ ઝઘડાનું સમાધાન કરાવવા માટે ગયેલા યુવાન ઉપર સામેવાળાઓએ તલવાર, છરી જેવા હથિયારોથી હુમલો કર્યો હતો જેથી તે યુવાનને હથેળી, કલાઈ તથા માથાના ભાગે ઇજા થયેલ હતી અને તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં ત્રાજપર ગામમાં રામજી મંદિર વાળી શેરી ખાતે રહેતા રવિભાઈ અશોકભાઈ વરાણીયા જાતે કોળી (૨૮)એ મનસુખ ઉર્ફે મચો રમેશભાઈ વરાણીયા કરખજીભાઈ ઉર્ફે હકો જીવણભાઈ અદગામા, પ્રવીણભાઈ ઉર્ફે ઉગો જગમલભાઈ અદગામા અને કાનાભાઈ હરખજીભાઈ ઉર્ફે હકાભાઇ અદગામાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના મિત્ર લાલાભાઇને આરોપીઓ સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો જે બાબતે ફરિયાદી આરોપીઓ સાથે સમાધાનની વાતચીત કરવા માટે ગયો હતો અને ત્યારે આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ ફરિયાદી યુવાનને ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ફરિયાદી યુવાનને તલવાર છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે ડાબા હાથની હથેળી, કલાઈ અને માથાના ભાગે ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં આરોપી મનસુખ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા જાતે કોળી (૪૩) રહે. ત્રાજપર ગામ શંકર ભગવાન વાળી શેરી મોરબી-૨, કરખજીભાઇ ઉર્ફે હકો જીવણભાઇ અદગામા જાતે કોળી (૪૩) રહે. ત્રાજપર ગામ શંકર ભગવાન વાળી શેરી મોરબી-૨, પ્રવિણભાઇ ઉર્ફે ઉગો જગમલભાઇ અદગામા જાતે કોળી (૨૨) રહે. મોરબી-૨ અને કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઇ અદગામા જાતે કોળી (૨૦) રહે. જુના ઘુટુ ડાડાના મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધુ
મોરબીના ઘંટીયાપા વિસ્તારમાં અંબિકા મંદિર વાળી શેરીમાં રહેતા હંસાબેન પિયુષભાઈ ગુર્જર (૫૬) નામના મહિલા ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેમને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવીજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
 
ફિનાઇલ પીધુ
મોરબીના લખધીરવાસ ચોક પાસે રહેતા કિશોરભાઈ દેવજીભાઈ રાઠોડ (૪૮)) નામના યુવાને ઘરે હતો ત્યારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાછાણી દ્વારા કરવામાં આવેલ છે





Latest News