મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા દંત યજ્ઞ યોજાયો


SHARE













મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા દંત યજ્ઞ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી, શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, મોરબી ડીવાઈન ચેરીટેબલ  ફોર હેલ્થએન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી માટે કેમ્પ યોજાયો હતો. લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રણછોડનગર  કષ્ટભંજન હનુમાનજી મંદિર નવલખી રોડ મોરબી ખાતે જાહેર જનતાના લાભાર્થે આયુર્વેદની ઉત્તમ જાલંધર બંધ પધ્ધતિથી લાભાર્થીઓના હલતા દાંત તેમજ પેઢામાં થતાં દુઃખાવા માટે  ઈન્જેકશન વગર  સારવાર કરવામાં આવી અને હલતા કે દુઃખતા દાત કાઢી આપવામાં આવ્યા હતા આ દંત યજ્ઞ કેમ્પમાં કુલ ૫૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં  ચૌદ લાભાર્થીઓને વિનામુલ્યે  દાંતની બત્રીસી બનાવી આપવામાં આવશે. આ કેમપના મુખ્ય દાતાઓ ઠકરાર ફેમિલી યુ.કે. તથા શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબીના સંયુક્ત આર્થિક સહયોગથી  યોજાયો હતો. ત્યારે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા સહિતના હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે સાંઈ મંદિરના મહંત સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ ટી.સી. ફૂલતરીયાએ જણાવ્યુ છે






Latest News