મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દેરાળા-સરવડ રોડ ઉપરઅકસ્માત સર્જીને માતા-પુત્રના મોત નિપજાવનારા કારના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













માળીયા (મી)ના દેરાળા-સરવડ રોડ ઉપરઅકસ્માત સર્જીને માતા-પુત્રના મોત નિપજાવનારા કારના ચાલક સામે ગુનો નોંધાયો

માળીયા (મિં)ના જુના દેરાળાથી સરવડ ગામ વચ્ચેના રસ્તે સોમવારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઈકમાં સવાર માતા-પુત્રના મોત નિપજયા હતા જે બનાવ સંદર્ભે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને અર્ટીકા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં જુના દેરાળા અકબરખા મુરાદખા ખોરમ જાતે સીપાઇ (૪૫)એ હાલમાં અર્ટીકા ગાડી નંબર જીજે ૩ એચકે ૪૪૦૦ ના ચાલક ઉસમાનખા હિસમતખા ખોરમ રહે. જુના દેરાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેજુના દેરાળા ગામે રહેતા ફરઝાનાબેન ઝાકીરહુશૈનભાઇ ખોરમ જાતે સીપાઇ તેમજ તેમનો દીકરી શાહનવાજ ઝાકીરહુશૈનભાઇ ખોરમ જાતે સિપાઈ બંને કામ સબબ ડબલ સવારીમાં બાઈકમાં સરવડ ગામ બાજુ ગયા હતા અને ત્યાંથી તે સોમવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પાછા જુના દેરાળા ગામ બાજુ જતા હતા. ત્યારે જુના દેરાળાથી સરવડ વચ્ચે તેઓના બાઇક નંબર જીજે ૩૬ એમ ૦૯૭૫ ને અર્ટીકા કારના ચાલકે હડફેટે લીધું હતું. જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં માતા અને પુત્ર બંનેને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જે બનાવમાં હાલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે






Latest News