મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાન પાસેથી રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી પકડાઈ


SHARE







































મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવીને યુવાન પાસેથી રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી પકડાઈ

મોરબીના જુના ઘૂટું રોડે આવેલ સીમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને રોકીને એક શખ્સે લિફ્ટ લીધી હતી અને ત્યાર બાદ બે શખ્સો ત્યાં આવ્યા હતા અને આ ત્રણેય શખ્સોએ મળીને યુવાનનું બાઈક ઉભું રખાવીને તેની પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ અને બાઈકની લૂંટ કરી હતી જેથી યુવાને ૨૬,૨૦૦ ના મુદ્દામાલની લૂંટ કરી હોવાની ફરિયાદ નોધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી નજીક આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતા હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (૪૪)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હરેશ, રવિ અને અજય નામના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે હરેશ નામના વ્યક્તિએ પોતાને મોરબી આવવું છે તેવું કહીને ફરિયાદીના બાઈકમાં લિફ્ટ લીધી હતી અને ત્યારબાદ પાછળથી રવિ અને અજય નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તે બંને આરોપીએ ફરિયાદી યુવાનનું બાઈક ઉભું રખાવીને તેને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી યુવાનને પકડી રાખીને હરેશ નામના શખ્સે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧૨૦૦, અન્ય કાગળ ભરેલું પાકીટ, ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ અને તેનું બાઈક નંબર જીજે ૩ એચ કે ૬૫૦૦ જેની કિંમત ૨૦૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૨૬૨૦૦ ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી અજય દેવાભાઈ સિહોરા જાતે કોળી (૧૯) રહે. થાનગઢ, રવિ ઉર્ફે રૈયો ભૂદરભાઈ પનારા (૨૩) રહે. નીચી માંડલ તાલુકો મોરબી અને હરેશ ઉર્ફે હની જીલાભાઈ સારલા જાતે કોળી (૨૫) રહે નળ ખંભા સારલા ફળી થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓની અટકાયત કરી છે અને રિમાન્ડ મેળવવા આગળની તજવીજ શરૂ કરેલ છે














Latest News