વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના દિઘડીયા ગામે અગાઉ જમીન ખેડવા મુદ્દે થયેલા ડખાનો રોષ રાખીને પાઇપ વડે હુમલો


SHARE









હળવદના દિઘડીયા ગામે અગાઉ જમીન ખેડવા મુદ્દે થયેલા ડખાનો રોષ રાખીને પાઇપ વડે હુમલો

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવેલા દિઘડીયા ગામે રહેણાંક મકાને જઈને યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી બે સામે ગુનો નોંધાવા પામેલ છે.અગાઉ થયેલ જમીન ખેડવાના ડખાનો રોષ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોય તે અંગે ભોગ બનનાર દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ હળવદ પોલીસ સ્ટાફ દ્વારા ફરિયાદ નોંધીને આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ તાલુકામાં આવેલા દિઘડીયા ગામે શાળાની પાસે રહેતા કાળુભાઈ ભીખાભાઈ મકવાણા નામના ૪૦ વર્ષના યુવાન ઉપર ગામના જ બે લોકો દ્વારા પાઇુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચવામાં આવતા તેઓને સારવારમાં ખસેડાયા હતા.બાદમાં કાળુભાઈ મકવાણાએ દીઘડીયા ગામના જ ઠાકરશીભાઈ ભીખાભાઈ મકવાણા તેમજ દેવરાજભાઈ ઠાકરશીભાઈ મકવાણા સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સામેવાળાઓની સાથે અગાઉ જમીન ખેડાણ કરવા બાબતે બોલાચાલી થયેલી તે બાબતનું જુનું મનદુ:ખ રાખીને દેવરાજભાઈ દ્વારા તેમના માથા તેમજ પીઠના ભાગે લોખંડના પાઈપ ફટકારવામાં આવ્યો હતો.જ્યારે ઠાકરશીભાઈએ દેવરાજ પાસેથી પાઇપ લઇને તેના વડે તેમના પત્ની કાંતાબેનને પીઠમાં માર મારવામાં આવ્યો હતો અને ઇજાઓ પહોંચાડયા બાદ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.આમ એકબીજાને મદદગારી કરીને જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવામાં આવેલો હોય હાલમાં હળવદ પોલીસ મથકના એન.એમ.ગોસ્વામી દ્વારા મારામારી સંદર્ભે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

કાર ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક સવાર વૃદ્ધ ઇજાગ્રસ્ત

મોરબીના સામાકાંઠે આવેલ સૌઓરડી વિસ્તારમાં રહેતા ધીરજલાલ નાગજીભાઈ ધરોડીયા નામના ૬૮ વર્ષના વૃદ્ધ તેમના ઘરેથી મંદિર બાજુ જવા માટે નીકળ્યા હતા.ત્યારે રોડ ઉપર આગળ જતા કારના ચાલકે અચાનક કારની બ્રેક મારીને કાર ઉભી રાખી દેતા પાછળથી બાઈક લઈને જઈ રહેલા ધીરજલાલ ધરોડીયાના બાઇકને બ્રેક ન લાગતા બાઈક કારની સાથે અથડાયું હતું.આ અકસ્માત બનાવમાં ડાબા પગના ભાગે ઇજા પામેલ ધીરજલાલ ધરોડીયાને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.ઉપરોક્ત બનાવ મોરબીના સોઓરડી પાસે આવેલ સંજય કટલેરી નજીક બન્યો હતો.જે બનાવની હાલ પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

બાઈક સ્લીપ થતા ઇજા

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા રસિકભાઈ થોભણભાઈ સોનગ્રા નામના ૩૨ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રણજીતગઢ ગામે આવેલ કેદાર ડેમ નજીક શ્રાવણનિર્ બાજુ વાડી વિસ્તારમાં બાઈક લઈને જઈ રહેલ રસિકભાઈ સોનગ્રાનું બાઈક રસ્તામાં સ્લીપ થઈ જવાથી અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇજા પામતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.અહીં હોસ્પિટલ ખાતેથી યાદી આવતા આગળની તપાસ માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.




Latest News