મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

મોરબી નજીક કાચા રસ્તેથી ડમ્પર લઈને યુવાનને તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત ચાર શખ્સોએ માર માર્યો


SHARE













મોરબી નજીક કાચા રસ્તેથી ડમ્પર લઈને યુવાનને તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના જુના સાદુળકા ગામની સીમમાં લક્ષ્મીનગર ગામથી આગળના ભાગે કારખાના તરફ જતા કાચા રસ્તા ઉપરથી ડમ્પર લઈને યુવાન ગયો હતો ત્યારે મોરબી તાલુકા તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિતનાઓ દ્વારા તેને જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ બે આંગળીઓમાં ફેક્ચર જેવી ઈજા કરવામાં આવી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ તથા તેના બે દીકરા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતા અને ખેતી કરતા મોહનસિંહ ઉર્ફે અટુભા ફતેસિંહ ઝાલા જાતે દરબાર (૨૬) એ હાલમાં મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ હંસરાજભાઈ તેજાભાઈ પાંચોટિયા તેના દીકરા કપિલ હંસરાજભાઈ પાંચોટિયા અને સત્યમ હંસરાજભાઈ પાંચોટિયા તેમજ હરખજીભાઈ રાજકોટિયા રહે. બધા લક્ષ્મીનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનું બાર વ્હીલ વાળું ટાટા કંપનીનું ડમ્પર નંબર જીજે ૩૬ એક્સ ૭૨૪૫ મોરબી માળિયા નેશનલ હાઈવે રોડથી ફોનિક કલર કારખાના તરફ જતા કાચા રસ્તેથી લઈ ગયા હતા જે આરોપી હંસરાજભાઈ પાંચોટિયાને સારું ન લાગતા ચારે આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ હાથની બે આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News