મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

મોરબીમાંથી બે બોટલ દારૂ સાથે એકની ધરપકડ: પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર રમતા બે પકડાયા


SHARE













મોરબીમાંથી બે બોટલ દારૂ સાથે એકની ધરપકડ: પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર રમતા બે પકડાયા

મોરબીના મહેન્દ્રનગર રોડે કુળદેવી પાન સામેથી પસાર થતા એકટીવાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી બે બોટલ દારૂ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે આવી જ રીતે હળવદના કોયબા ગામના પાદરમાંથી દારૂની નાની એક બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલ કુળદેવી પાન સામેથી પસાર થતા એકટીવાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બે બોટલ તથા ૩૫,૦૦૦ ની કિંમતનું એક્ટિવા આમ કુલ મળીને ૩૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે મયુરભાઈ રમેશભાઈ પરમાર (૨૨) રહે. પ્રેમજીનગર મોટા મંદિરની બાજુમાં તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

હળવદ તાલુકાના કોયબા ગામના પાદરમાંથી પસાર થઈ રહેલા શખ્સના બાઈક જીજે ૧૩ એજી ૦૩૫૫ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેની પાસેથી દારૂની એક નાની બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૦,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કાળુભાઈ હઠીસંગભાઈ જાદવ જાતે કારડીયા રાજપુત (૩૦) રહે કોયબા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા પકડાયા

મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાજીદભાઈ દોસમામદભાઈ જામ જાતે મિયાણા (૨૦) રહે. સાયન્ટિફિક વાળી રોડ શિવ સોસાયટી નર્મદા હોલ પાસે મોરબી અને નિલેશભાઈ જયંતીભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (૧૯) રહે. દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તે બંને શખ્સની પાસેથી ૯૮૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News