મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

હળવદમાં રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનનું કારમાં આવેલ ચાર શખ્સો દ્વારા અપહરણ


SHARE













હળવદમાં રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનનું કારમાં આવેલ ચાર શખ્સો દ્વારા અપહરણ

હળવદમાં આવેલ વિશ્વાસ આર્કેડ કોમ્પલેક્ષમાં ધ હિન્દુ બ્રાન્ડે ગામની દુકાન સામેથી પૈસાની લેતીદેતી બાબતે વેગેનાર કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા બે યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તે પૈકીના એક યુવાનને ચુલી ગામના બસ સ્ટેન્ડ પાસે કારમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો અને બીજાનું અપહરણ કરીને લઈ ગયા હતા જેથી કરીને કારમાંથી ઉતારી દેવામાં આવેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અને અપહરણ કરવામાં આવેલ યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રહેવાસી અને હાલમાં સરા નાકે શિવ અપના મોલની સામેની ગલીમાં ભાડાના મકાનમાં રહેતા ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ જાતે દલવાડી (૨૪)એ વેગેનાર ગાડી નંબર જીજે ૧૩ એન ૪૬૨૨ માં આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે પોતાના સાથી કર્મચારી રવિભાઈ બાવનજીભાઈ સાકરીયા સાથે હળવદમાં આવેલ વિશ્વાસ આર્કેડ કોમ્પલેક્ષમાં ધ હિન્દુ બ્રાન્ડ નામની દુકાન સામે હતા ત્યારે મારુતિ વેગનાર કારની અંદર આવેલા ચાર શખ્સોએ ત્યાં આવીને રવિભાઈ સાથે પૈસાની લેતીદેતી બાબતે ભૂંડા બોલી ગાળો બોલી હતી અને ત્યાર બાદ પોલીસ સ્ટેશનને લઈ જવાનું કહીને ફરિયાદ અને તેના મિત્રને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા અને ત્યારબાદ કારને ધાંગધ્રા બાજુ મારી મૂકી હતી અને ચુલી ગામના બસ સ્ટેશન પાસે ફરિયાદી ધાર્મિકભાઈ નકુમને કારમાં બેઠેલા શખ્સોએ નીચે ઉતારી દીધો હતો જોકે રવિભાઈને ધાંગધ્રા તરફ કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા જેથી કરીને ધાર્મિકભાઈ નકુમે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતેની આવીને અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે અપહરણ કરવામાં આવેલા યુવાનને શોધવા માટે તથા અપહરણ કરી ગયેલા ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એચ. અંબારિયા ચલાવી રહ્યા છે






Latest News