મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

મોરબીના મયુર પુલ નીચેથી બાઈકની ચોરી


SHARE













મોરબીના મયુર પુલ નીચેથી બાઈકની ચોરી

મોરબીના મયુર પુલની નીચેના ભાગમાં યુવાને તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના શોભેસ્વર મંદિરની બાજુમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા રૂસ્તમભાઈ હજરતઅલી અન્સારી (૨૭) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીમાં આવેલ મયુર પુલની નીચેના ભાગમાં તેને પોતાનું બાઈક નંબર જીજે ૩ એડી ૪૩૨૪ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર પાસે રહેતા સાગર રજનીકાંત સુખડિયા (૩૨) નામના યુવાનને રાત્રિના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં નગર દરવાજા પાસે હતો ત્યારે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઈજા પામેલ યુવાન નશાની હાલતમાં હોવાથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ યોગીનગરમાં રહેતા બળદેવસિંહ દાદુભા રાઠોડ (૫૪) નામના આધેડ હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સારા ચોકડી નજીકથી ટ્રક લઈને જતા હતા ત્યારે અન્ય ટ્રક સાથે ત્યાં તેનું  વાહન અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઇજા થયેલ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે






Latest News