મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

સુજ્ઞ મતદારો-સ્વયંમભુ સમર્પિત ભાજપાના કાર્યકર્તા સહિતનાઓનો આભાર: વિનોદભાઇ ચાવડા


SHARE







































સુજ્ઞ મતદારો-સ્વયંમભુ સમર્પિત ભાજપાના કાર્યકર્તા સહિતનાઓનો આભાર: વિનોદભાઇ ચાવડા

નવ નિર્વાચીત સાંસદ વિનોદ ચાવડાજીએ સૌનો આભાર માનતા જણાવ્યુ હતું કે, ૧- કચ્છ લોક સભા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયાના સમયથી આજના મારા વિજય સુંધી ચુટણી સમય દરમ્યાન મને સાથ-સહકાર આપનાર સૌ સુજ્ઞ મતદારો, સ્વયંમભુ સમર્પિત ભાજપાના કાર્યકર્તા બંધુ–ભગીનીઓ, વરિષ્ઠ- સનિષ્ઠ અગ્રણીઓ, સૌ સાથી મિત્રો સગા-સ્નેહીઓ, ભાજપા પદાધિકારી, ધારાસભ્યઓ, ધનિષ્ઠ મિત્રો, શુભ ચિંતકો સહ, મારા વિજયને યાદગાર બનાવનાર સૌનો આભાર માનું છુ.

આપણા પ્રેરણા સ્ત્રોત ગુજરાતના સપુત નરેન્દ્રભાઈ મોદીજીના દિવ્ય અને  દૈદિપ્યમાન ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃત સંકલ્પ બધ્ધ છુ. સમસ્ત ભારતે આજે જન સમર્થન અને પ્યાર આપી ત્રીજી વાર કર્મયોગી પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઇ મોદીજીને, ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમત આપી વિકસિત ભારત બનાવવા માટે અમને સૌને સહભાગી બનાવવાની તક આપી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહજી, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલજી મારામાં વિશ્વાસ મુકી અને ત્રીજી વાર તક આપી બદલ હું તેમનો ઋણી છે. આપ સૌનું સ્થાન મારા હદયમાં જીવનભર અકબંધ રહેશે રાષ્ટ્રની એકતાના આધારે શ્રેષ્ઠતા તરફ જવાની યાત્રા અવિરત આગળ ધપાવવા આપનો સાથ સહકાર મળતો રહેશે એજ અનુમોદના. 














Latest News