મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ચાલકે ઓચિંતો વણાંક લેતા રિક્ષા ડીવાઇડર સાથે અથડાતા યુવાનનું મોત, પત્ની સારવારમાં


SHARE







મોરબી નજીક ટ્રક ચાલકે ઓચિંતો વણાંક લેતા રિક્ષા ડીવાઇડર સાથે અથડાતા યુવાનનું મોત, પત્ની સારવારમાં

મોરબી-માળીયા હાઈવે ઉપર મોરબી નજીક ટ્રક ચાલકે ઓચિંતા આગળ-પાછળનું ધ્યાન રાખ્યા વિના વણાંક વાળી લીધો હતો જેથી કરીને બાજુમાંથી પસાર થતી રીક્ષા ટ્રકની ઝપટે ચડી ગઈ હતી. ઓટો રિક્ષા ડિવાઈડર અને ટ્રક વચ્ચે ફસાઇ જઇ ડીવાઈડર સાથે અથડાતા રીક્ષામાં મુસાફર તરીકે સવાર કોળી યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મૃતકની પત્ની અને રીક્ષાચાલકને ઇજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિજન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મોરબીના સામાકાંઠે માળીયા હાઈવે ઉપર આવેલી ફર્ન હોટલ નજીક ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ટ્રકના ચાલકે આગળ-પાછળનું ધ્યાન રાખ્યા વિના પોતાનો ટ્રક અચાનક વણાંક વાળી લેતા બાજુમાંથી પસાર થતી ઓટોરિક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને ઓટો રીક્ષામાં મુસાફર તરીકે બેસીને પોતાની પત્ની સાથે વાધરવા જઈ રહેલા દેવજીભાઈ લાલજીભાઈ વડેચા જાતે કોળી (૩૫) રહે.મોરબી-૨ ઈન્દીરાનગરવાળાને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજયું હતું જેથી તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલે ખસેડાયો હતો.જ્યારે મૃતક દેવજીભાઈ વડેચાના પત્ની સવિતાબેનને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી તેમજ રિક્ષા ચાલકને પણ સામાન્ય ઇજા પહોંચતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા.

બનાવ સંદર્ભે મૃતક દેવજીભાઈ લાલજીભાઈ વડેચાના નાના ભાઇ કાનજી લાલજીભાઇ વડેચા કોળી (૨૫) રહે.ઇન્દિરાનગર મોરબી-૨ એ અકસ્માત સર્જનાર ટ્રક નંબર જીજે ૯ ઝેડ ૭૦૩૭ ના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઈ મૃતક દેવજીભાઈ લાલજીભાઈ વડેચા અને તેમના ભાભી સવિતાબેન બંને રિક્ષામાં મુસાફર તરીકે બેસીને મોરબીથી ગઇકાલે બપોરના બે વાગ્યાના અરસામાં વાધરવા જતા હતા ત્યારે ઉપરોકત નંબરના ટ્રક ચાલકે આગળ-પાછળ જોયા વિના ટ્રકનો વણાંક લઇને ગોજારો અકસ્માત સર્જયો હતો જે અકસ્માત બનાવમાં તેમના ભાઇ દેવજીભાઈ વડેચાનું મોત નીપજ્યું હતું અને તેમના ભાભી સવિતાબેનને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી હાલ ગુનો નોંધાવાતા બી ડિવિજન પીએસઆઇ એલ.એન.વાઢીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મોડપર ગામે રહેતા રાજેશ નાનજીભાઈ બળદા નામનો ૨૭ વર્ષીય યુવાન ઘરેથી નોકરીએ જવા માટે મોરબી આવી રહ્યો હતો ત્યારે પીપળીયા ચોકડી પાસે પુલ નજીક તેના બાઈકની આડે કુતરૂ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજાગ્રસ્ત રાજેશભાઈને અહીંયાની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના સામાકાંઠે ઘુંટુ ગામની સીમમાં રહેતા કિશનભાઇ વસુનિયા જાતે આદિવાસીની પત્ની ગીતાબેન (ઉંમર ૪૦) એ ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેણીને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા જોકે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કિશનભાઇ ડ્રાઇવિંગનું કામ કરતા હોય અને તેઓ અમુક ગિવસ માટે ડ્રાઇવિંગમાં જતા હોય એકલુ રહેવુ ગમતુ ન હોય તે બાબતને લઇને ગીતાબેને આ પગલું ભર્યું હતું..! જે.જે.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.






Latest News