હળવદના કડિયાણા પાસે ગરમીના કારણે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું મોત
મોરબીમાં મિત્ર સાથે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ પાઇપ વડે મારમાર્યો
SHARE








મોરબીમાં મિત્ર સાથે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ પાઇપ વડે મારમાર્યો
મોરબીના સનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતો યુવાન મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે તેના મિત્ર સાથે અગાઉ જેને મનદુઃખ થયું હતું તે ચાર શખ્સો દ્વારા “શું કામ સુરેશ કોળી સાથે રખડસ” તેવું કહીને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતો ભાવિનભાઈ કાનજીભાઈ મકવાણા જાતે રાવળદેવ (૨૪) નામનો યુવાન મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ ચામુંડા ટી સ્ટોલ નજીક હતો ત્યારે ત્યાં પ્રકાશ રસિકભાઈ કોળી, અનિલ પ્રેમજીભાઈ કોળી, કાનજીભાઈ ધનજીભાઈ રાવળ અને બ્રિજરાજસિંહ જગતસિંહ જાડેજા રહે. બધા મોરબી વાળા તેની પાસે આવ્યા હતા અને ફરિયાદી યુવાન તેના મિત્ર સુરેશ કોળી સાથે રખડતો હોય આરોપીઓને સુરેશ કોળી સાથે જૂનું મનદુખ ચાલતું હોય “શું કામ સુરેશ કોળી સાથે રખડશ” તેવું કહીને તે બાબતનો ખાર રાખીને ફરિયાદીને ચારેય શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

