મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જજ-વકીલોએ વૃક્ષારોપણ કર્યું


SHARE







































મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસે કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જજ-વકીલોએ વૃક્ષારોપણ કર્યું

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી કોર્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે ડીસ્ટ્રીકટ જજ દેવધરા સાહેબ, લીગલ સર્વિસ ઓથોરીટી જજ પારેખ, એડી.ડીસ્ટ્રીકટ જજ મહીડા, એડીશનલ ડીસ્ટ્રીકટ જજ કે આર પંડ્યા, મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપ અગેચણીયા, વાઈસ પ્રેસિડેન્ટ ટી.બી. દોશી, સેક્રેટરી વિજય શેરશીયા, જુનિયર અને સીનીયર વકીલો હાજર રહ્યા હતા વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા ફોરેસ્ટ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે મોરબીના પર્યાવરણ પરિવાર દ્વારા અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે પર્યાવરણ પરિવારના સભ્યો દ્વારા આંબલી, લીમડો, આસોપાલવ ના બીજ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેના બીજ બોલ બનાવીને જ્યા વૃક્ષો ન હોય તેવી જગ્યાએ એ બીજ બોલ મુક્યા ચોમાસાની ઋતુમાં આ બીજ વૃક્ષ થઈ પાંગરે તેવું કામ કર્યું હતું આ કાર્ય યશ, રુદ્ર,  ચમન, વિશાલ, ધર્મેશ, જયદેવ, રશ્મિતા, સ્વાતિ, ભાવેશ, ઉમેશ, સંદીપ, અંકુશ, અવનીશ, મૌલીક અને કવિ જલરૂપ  સહિતના જોડાયા હતા તો જૂના ઘાંટીલા ગ્રામપંચાયત દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા, ઉપસરપંચ  કૈલાસભાઈ સુરાણી, તલાટીકમ મંત્રી દીપકભાઈ ગામના આગેવાન ઉમેશભાઈ જાકાસણીયા, કેતનભાઈ વિડજા સહિતના લોકો હાજર રહ્યા હતા














Latest News