મોરબીમાં શક્તિ ચોક પાસેથી ભંગારના ધંધાર્થી સહિતના દબાણોનો સફાયો
SHARE
મોરબીમાં શક્તિ ચોક પાસેથી ભંગારના ધંધાર્થી સહિતના દબાણોનો સફાયો
મોરબી શહેરમાં બેઠા પુલ ઉપર થઈને મણીમંદિર પાસેથી પ્રવેશવા માટેના મુખ્ય વનવે જેવા રસ્તા ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ભંગારના ધંધાર્થી દ્વારા નાના મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હતું અને આ ભંગારના ધંધાર્થી સહિતના જે કોઈ દબાણ હતા તે દબાણના કારણે અવારનવાર ત્યાં ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હતા જેથી કરીને આ બાબતે પોલીસ વિભાગને ઉચ્ચકક્ષાએથી સૂચના આપવામાં આવી હતી જેથી કરીને આ ભંગારના ધંધાર્થી દ્વારા જે જાહેર માર્ગ ઉપર પથારા પાથરીને દબાણ કરવામાં આવતું હતું તે તમામ દબાણને મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને હટાવવામાં આવ્યું છે અને ત્યાં કોઈપણ પ્રકારના દબાણ ન રાખવા માટેની હાલમાં દબાણકારોને સૂચના આપી દેવામાં આવી છે વધુમાં પોલીસ અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આ જગ્યા ઉપર ફરી પાછા જો કોઈ પણ પ્રકારના દબાણો થશે તો દબાણને હટાવવાની કામગીરી થશે તેની સાથોસાથ દબાણ કરનારાઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે