મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે શરદોત્સવ ઉજવાયો
મોરબીમાં ૩૧ ઑકટોબર સરદાર પટેલ જયંતિ રાષ્ટ્રિય એકતા દિવસે રંગોળી સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
SHARE









મોરબીમાં ૩૧ ઑકટોબર સરદાર પટેલ જયંતિ રાષ્ટ્રિય એકતા દિવસે રંગોળી સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આગામી ૩૧ મી ઑકટોબર એટલે કે "સરદાર પટેલ જયંતિ" કે જેને "રાષ્ટ્રિય એકતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે તે નિમિતે રંગોળી સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
આપણાં ઉત્સવ, આપણે દ્વાર દિપાવલીનાં તહેવારનાં અનુસંધાને રંગોળી સ્પર્ધા તેમજ લોક જાગૃતિ માટે વર્તમાન સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું શું કરવું જોઈએ ? તે અંગેની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટેગરી મુજબ ડ્રોઈંગ સીટમાં મનપસંદ કલરથી રંગોળી બનાવવાનું આયોજન કરવાંમાં આવેલ છે.આ સ્પર્ધામાં ભાગ લેવાં સ્પર્ધકોએ ઘરે બેઠાં કેટેગરી મુજબ આપેલ માપ સાઈઝની ડ્રોઈંગસીટમાં રંગોળી બનાવીને મનપસંદ કલર પુરી તેનો ફોટો પાડી નીચે આપેલ ગમે તે એક નંબરના વૉટસએપ ઉપર મોકલી આપવાનો રહેશે તથા વક્તૃત્વ સ્પર્ધાનો વિડીયો બનાવીને મોકલી આપવાનો રહેશે.રાષ્ટ્રીય એકતા દિવસે વક્તૃત્વ સ્પર્ધાનો વિડીયો બનાવી મોકલી આપો તેમજ રંગોળી સ્પર્ધામાં ભાગ લેતાં બધાં જ સ્પર્ધકોએ પોતે દોરેલાં રંગોળીનો ફૉટો પાડી વૉટસપ ઉપર મોકલી આપવાનો છે.પ્રમાણપત્ર લેવાં આવો ત્યારે તે રંગોળી સાથે લાવીને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર , ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી ખાતે જમા કરવાંનાં રહેશે.રંગોળી સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધાનાં બધાં જ સ્પર્ધકોને પ્રમાણપત્રો તથા શ્રેષ્ઠ રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પસંદ થયેલને પ્રમાણપત્રો સાથે સિલ્ડ આપવામાં આવશે.એન્ટ્રી છેલ્લી તા.૩૧-૧૦ ના રાત્રીના નવ પહેલા એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર નોંધાવવા યાદીમાં જણાવાયેલ છે.
