મોરબીમાં કોળી ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પની કામગીરીને મંત્રીએ બિરદાવી
SHARE









મોરબીમાં કોળી ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પની કામગીરીને મંત્રીએ બિરદાવી
મોરબીમાં જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના પંચાયતા વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા હતા અને તેઓએ લોકોના જીવા બચાવવા માટે રક્તદાન મહાદાન યુક્તિને સાર્થક કરતાં યુવાનોની ટીમની કામગીરીને બિરદાવી હતી
મોરબીમાં જીલલા પંચાયત કચેરીની બાજુમાં આવેલ જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોડીગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પનું આ આયોજન કરવામાં આવ્યું હોય રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા હતા અને દરેક સમાજ અને સંગઠનના લોકો અન્ય લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહે તેમાં માટે સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને સેવાકીય કામગીરીને બળ આપે છે ત્યારે મોરબીમાં મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પણ રક્તદાન મહાદાન યુક્તિને સાર્થક કરે છે ત્યારે રક્તદાન કેમ્પના આયોજકો અને રક્તદાન કરનારા રક્તદાતાઓને રાજ્યના પંચાયત વિભાગના મંત્રીએ બિરદાવ્યા હતા આ તકે સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા, અમિતભાઇ ગંગારામભાઈ અંગેચાણીયા, બાર એસોસિએશન પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ અંગેચાણીયા, મનસુખભાઇ બરાસરા, જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતું
