મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં કાલિકા પ્લોટમાં જુગાર રમતી ચાર મહિલા સહિત છ જુગારી પકડાયા


SHARE













મોરબીમાં કાલિકા પ્લોટમાં જુગાર રમતી ચાર મહિલા સહિત છ જુગારી પકડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-૫ માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર મહિલા સહિત કુલ છ જુગારીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-૫ માં જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અસ્લમભાઈ અમીનભાઇ માજોઠી જાતે સંધિ (૨૫), રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા જાતે બાવાજી (૨૦), જસ્મીનબેન મોહીનભાઈ ચાનીયા જાતે સંધિ (૨૭), અનિતાબેન હિતેશભાઈ ગોહેલ જાતે ઓડ (૨૫), બેનર્જીબેન રિયાઝભાઈ જુણેચ જાતે સંધિ (૩૧) અને લક્ષ્મીબેન મનોજભાઈ ગોહેલ જાતે ઓડ (૩૬) રહે બધા કાલિકા પ્લોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમા ઈજા થતાં સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયારી નજીક મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલ ઇમાસુદિન કરીમઅલી (૨૫) રહે.કિશનગઢ રાજસ્થાન નામના યુવાનને ઇજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલે સર્વર માટે લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલએથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા મારામારીના આ બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
 
વાહન અકસ્માતમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકીઝ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ બનાવમાં કબીર સલીમભાઈ (ઉંમર ૨૨) રહે.જોન્સનગર અને ફકરૂદ્દીન આવેશભાઈ (ઉંમર ૧૯) રહે.લાતી પ્લોટને ઇજા થતા સારવાર માટે મોરબીના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના લાલભા ચૌહાણ દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.





Latest News