મોરબીમાં કાલિકા પ્લોટમાં જુગાર રમતી ચાર મહિલા સહિત છ જુગારી પકડાયા
મોરબીમાં ખેતરેથી ઘરે જતાં વૃદ્ધને ચાલુ બાઈકે ચક્કર આવતા રોડ ઉપર પડવાથી મોત
SHARE
મોરબીમાં ખેતરેથી ઘરે જતાં વૃદ્ધને ચાલુ બાઈકે ચક્કર આવતા રોડ ઉપર પડવાથી મોત
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા વૃદ્ધ ખેતરેથી ઘર તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી આગળના ભાગમાં રત્નકલા એક્સપોર્ટની સામેના ભાગમાં ચાલુ બાઈકે ચક્કર આવતા બેભાન થઈને તે બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને ૧૦૮ મારફતે તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા ચતુરભાઈ રાઘવજીભાઈ ગામી જાતે પટેલ (૬૦) નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલથી આગળ રત્નકલા એક્સપોર્ટ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને ચાલુ બાઈકે ચક્કર આવતા તેઓ બાઈક ઉપરથી બેભાન થઈને રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ પ્રાગજીભાઈ રાઘવજીભાઈ ગામી જાતે પટેલ (૫૮) રહે. શોભા કુંજ સોસાયટી-એ અવની ચોકડી પાસે મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ પોતાનું બાઈક લઈને ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં તેને ચાલુ બાઈકે ચક્કર આવતા તે રસ્તા ઉપર પડી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પીધી