માળીયા (મી) તાલુકાના વાધરવા ગામની સીમમાં ચાર વર્ષનો બાળક ડીઝલ પી જતા સારવારમાં
મોરબીના બરવાળા પાસે ચાલુ ટ્રેનેમાંથી કોઇએ નીચે ધક્કો મારી દેતા ઇજા પામેલ આધેડનું સારવાર દરમ્યાન મોત
SHARE









મોરબીના બરવાળા પાસે ચાલુ ટ્રેનેમાંથી કોઇએ નીચે ધક્કો મારી દેતા ઇજા પામેલ આધેડનું સારવાર દરમ્યાન મોત
મોરબી જિલ્લાના બરવાળા ગામ પાસેથી કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી.ત્યારે તે એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલા આધેડ વ્યક્તિને કોઈ અજાણ્ય વ્યક્તિએ ટ્રેનમાંથી નીચે ધક્કો મારી દીધો હતો.(મૃતકના સગાના કહેવા મુજબ) જેથી કરીને આધેડને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે આધેડ વ્યક્તિને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ જીગર કંપનીમાં રહેતા અને કામ કરતા બનેશ્વર બીપીન બસુમ મોરારી (બાનેશ્વર બિપીન બાસુમયાત્રા) (ઉમર ૫૩) રહે.કોકસજાટ આસામ નામના આધેડ ગઈકાલે તા.૭-૬-૨૪ ના રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કામખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મોરબી જિલ્લાના મોરબી તાલુકામાં આવેલા બરવાળા રેલ્વે સ્ટેશન પાસેથી ટ્રેનમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેનમાં રહેલ કોઈ અજાણ્યા વ્યક્તિએ ચાલુ ટ્રેને તેઓને ધક્કો મારી દીધો હતો.જેથી કરીને આધેડને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી.જેથી તેને પ્રથમ સારવાર માટે તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બેભાન હાલતમાં તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજયું હતું.જેથી કરીને હત્યા જેવા આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે.
સાપ કરડી જતા સારવારમાં
