માળીયા (મી) તાલુકાના વાધરવા ગામની સીમમાં ચાર વર્ષનો બાળક ડીઝલ પી જતા સારવારમાં
SHARE
માળીયા (મી) તાલુકાના વાધરવા ગામની સીમમાં ચાર વર્ષનો બાળક ડીઝલ પી જતા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં રહેતા પરિવારનો ચાર વર્ષનો બાળક રમતા રમતા ડીઝલ પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા દલસિંગ આદિવાસીનો ચાર વર્ષનો દીકરો ઇશાન ત્યાં વાડીએ રમતા રમતા ડીઝલ પી ગયો હતો જેથી કરીને તે બાળકને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવે છે
જુદી જુદી બે મારામારીમાં ઇજા પામેલ ચાર વ્યક્તિ સારવારમાં
મોરબીના ત્રાજપર વિસ્તારમાં મારામારીની બે ઘટના બની હતી જેમાં ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા જેની પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રાહુલ ગણેશભાઈ સોલંકી અને જલારામ રૂપસિંહ નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવવામાં ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મૂળ ભોપાલના રહેવાસી અને હાલમાં મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રાધાબેન દુર્ગેશભાઈ આદિવાસી (૨૫) અને દુર્ગેશભાઈ બાબુભાઈ (૩૦) નામના બે વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને અજાણ્યા શખ્સ દ્વારા આ દંપતીને માર મારવામાં આવ્યો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે