મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના ઝઘડાનું મનદુખ રાખીને યુવાન ઉપર તલવાર, ધારિયા અને ધોકા વડે ચાર શખ્સનો હુમલો


SHARE













મોરબીમાં જૂના ઝઘડાનું મનદુખ રાખીને યુવાન ઉપર તલવાર, ધારિયા અને ધોકા વડે ચાર શખ્સનો હુમલો

મોરબીના શોભેસ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં પાણીના ટાંકા પાસે રહેતા યુવાનના ભાઈની સાથે દોઢથી બે મહિના પહેલા થયેલ ઝઘડાનું મનદુઃખ રાખીને ચાર શખ્સો દ્વારા તલવાર, ધારિયા અને ધોકા લઈને આવીને યુવાન તથા સાહેદને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓના બાઈકમાં નુકસાની કરી હતી જેથી કરીને યુવાન દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઇરોસ કારખાનાની સામેના ભાગમાં રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ મોવર જાતે મિયાણા (૨૦) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચેતુભાઈ મુકેશભાઈ કોળી રહે. શોભેસ્વર રોડ મફતિયાપરા મોરબી, સદીયો ઉર્ફે ગધો મુકેશભાઈ કોળી રહે. શોભેસ્વર રોડ મફતિયાપરા મોરબી, સુરેશભાઈ કોળી અને સુનિલભાઈ કોળી નામના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના ભાઈ આરીફ સાથે દોઢથી બે મહિના પહેલા ચેતુભાઈ કોળીને ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખીને ચેતુભાઈ સહિતના ચારેય શખ્સો તલવાર, ધારિયા અને લાકડાના ધોકા લઈને ફરિયાદી તથા સાહેદ પાસે આવ્યા હતા અને ત્યાં તેઓને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદી તથા સાહેદના મોટરસાયકલમાં નુકસાની પણ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News