મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી જમીનમાંથી પથ્થર કાઢવા માટે વપરાતી ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક સાથે ચાર શખ્સની ધરપકડ


SHARE







































મોરબી જીલ્લામાં સરકારી જમીનમાંથી પથ્થર કાઢવા માટે વપરાતી ૪૧૮ નંગ જીલેટીન સ્ટીક સાથે ચાર શખ્સની ધરપકડ

મોરબી જિલ્લા એસઓજીની ટીમ વાંકાનેર તાલુકામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સમગ્ર ટીમને મળેલ હક્કિત આધારે વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામે રેડ કરી હતી ત્યારે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે બ્લાસ્ટ કરીને પથ્થર કાઢતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાંથી ૪૧૮ જીલેટીન સ્ટીક મળી હતી જેથી કરીને પોલીસે જીલેટીન સ્ટીક, વાયર અને મોબાઈલ ફોન વિગેરે મળીને ૧,૨૮,૮૩૬ નો મુદામાલ કાબજે કર્યો હતો અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક્સપ્લોઝીવ એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને જીલેટીન સ્ટીક આપનારાઓના નામ પણ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

હાલમાં મોરબી જિલ્લા એસઓજીના કર્મચારી મુકેશભાઈ વાલજીભાઇ જોગરાજીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુન્નાભાઈ વલુભાઈ બાંભવા જાતે ભરવાડ (૩૬)  રહે. તરકીયા તાલુકો વાંકાનેર, પ્રદીપભાઈ આલકુભાઇ ધાધલ જાતે કાઠી (૨૫) રહે. મેસરિયા તાલુકો વાંકાનેર, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા જાતે કાઠી (૨૩) રહે. જાની વડલા તાલુકાઓ વાંકાનેર, રણુભાઈ બાલાભાઈ બાંભવા જાતે ભરવાડ (૨૩) રહે. તરકીયા તાલુકો વાંકાનેર અને દેવાયતભાઈ ડાંગર રહે બેડી તાલુકો રાજકોટ તતેમજ તપાસમાં ખૂલે તે તમામની સામે આઇપીસી કલમ ૨૮૬, ૩૦૮ તથા એક્સપ્લોઝીવ એક્ટ કલમ ૯ (બી) ૧ (બી) તથા એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવેલ છે જે ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ નવા તરફીયા ગામની ઓળ નામથી ઓળખાતી સરકારી ખરાબાની સીમમાં સર્વે નંબર ૧૬૩ - ૧ પૈકી ૨૪ ની જમીનમાંથી કોઈ જાતની લીજ કે આધાર વગર પથ્થરો કાઢવા માટેની ચાર હાલમાં પકડાયેલા ચાર શખ્સો દ્વારા આરોપી દેવાયતભાઈ ડાંગર અને અન્ય આરોપીઓ પાસેથી ગેરકાયદે બીજાસન એપ્લોટેચ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની ૮૩ એમ એમ ની ૭૮ કિલો વજનની ૪૧૮ જીલેટીન સ્ટીક મેળવીને બ્લાસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી હતી

તરકીયા ગામના સરકારી સર્વે ન ૧૬૩ ૧ પૈકી ૨૪ ની સરકારી જમીનમા ૫૩ જેટલા બોર કરી જે પૈકી ૧૪ બોરમા ઇલેક્ટ્રોનીક ડીટોનેટર સાથે બાંધીને બોરમા આશરે ૬૫૦ કિલો ગ્રામ જેટલો એક્સપ્લોજીવ પદાર્થ પ્લાન્ટ કર્યો હતો અને રાહદારી, માલધારી અને પશુ તેમજ પોતાની જીંદગી જોખમાય તે રીતે અને આ રીતે બ્લાસ્ટ કરવાથી તમામના મોત થાય તેવી શક્યતા હતી જે આરોપીઓ જાણતા હતા તો પણ કોઈપણ જાતની મંજુરી વગર બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા હતા ત્યારે બીજાસન એક્સપ્લોઝીવ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની ૪૧૮ જીલેટીન સ્ટીક જેની કિંમત ૯૨,૭૯૬ નો માલ, અલગ અલગ લંબાઈના ઈલેકટ્રોનીક ડીટોનેટર ડીટીએચ વાયર ૫૦, ટીએલડી વાયર ૯૦ નંગ, પાંચ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧,૨૮,૮૩૬ ના મુદ્દામાલ સાથે પોલીસે ચાર શખ્સની ધરપકડ કરેલ છે અને બાકીના હાજર ન મળેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે














Latest News