મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ભાઈને જમવા બોલાવવા ગયેલ બહેનના વાળા મશીનમાં આવી જવાથી ઇજા થતાં મોત


SHARE







































મોરબી નજીક કારખાનામાં ભાઈને જમવા બોલાવવા ગયેલ બહેનના વાળા મશીનમાં આવી જવાથી ઇજા થતાં મોત

મોરબીના પીપળી ગામની સીમ વિસ્તારમાં આવેલ કોલસાના કારખાનામાં સગીર વયની સગીરા તેના ભાઈને કારખાનામાં જમવા માટે બોલાવવા ગઈ હતી ત્યારે મશીનમાં તેના વાળા આવી ગયા હતા જેથી તે યુવતીને ઇજા થવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં સારવાર દરમાયન તેનું મોત નીપજયું છે જે બનાવની મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામની સીમમાં લોર્ડ્સ હોટલના પાછળના ભાગે આવેલ શિવાય કોલ કોર્પોરેશન નામના યુનિટમાં તા.૯ ના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં યુનિટમાં આવેલ મશીનના કન્વેનર રંગીતાબેન કિલારિયાભાઇ જમરે જાતે આદિવાસી (૧૫) મૂળ એમપી વાળી શિવાય કોલ કોર્પોરેશનના તેના ભાઈને જમવા માટે બોલાવવા ગયેલ હતી ત્યારે તેના વાળા મશીનના બેલ્ટમાં આવી ગયા હતા જેથી કરીને તેને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલએ સારવાર માટે લઈને આવ્યા હતા ને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી આગળની તપાસ તે બીટ વિસ્તારના મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી આ બનાવમાં ઇજા પામેલ સગીરાનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી આ બનાવની મૃતક સગીરાના ભાઈ રવિ કિલારિયાભાઇ જમરે જાતે આદિવાસીએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

હાર્પિક લિક્વિડ પી જતા સારવારમાં
મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ શ્યામ રેસીડેન્સી વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ જયંતીભાઈ બોપલિયા નામના ૩૬ વર્ષના યુવાનને તેના ઘર નજીક હાર્પિક લિક્વિડ પી ગયો હતો..! જેથી તેને મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.બનાવ ગત તા.૧૦-૬ ના રોજ સવારે ૯ વાગ્યે નાની કેનાલ નજીક બન્યો હતો.













Latest News