મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગ્રામ-સાગર રક્ષક દળમાં ૪૪૬ માનદ સભ્યોની કરાશે ભરતી


SHARE









મોરબી જિલ્લામાં ગ્રામ-સાગર રક્ષક દળમાં ૪૪૬ માનદ સભ્યોની કરાશે ભરતી

મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની જગ્યાઓ ખાલી છે જેમાં ૪૪૬ જગ્યાઓ પર ભરતી કરવાની છે તેના માટે હાલમાં અરજીઓ માંગવામાં આવી છે અને જે જગ્યાઓ ખાલી છે તેમાં માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં ૫૭ જી.આર.ડી. પુરૂષ, ૪૦ જી.આર.ડી. મહિલા, ૩૪ એસ.આર.ડી., મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧૫ જી.આર.ડી. પુરૂષ, ૪૯ જી.આર.ડી. મહિલા, ૦૫ એસ.આર.ડી., હળવદ પોલીસ સ્ટેશનમાં ૬૪ જી.આર.ડી. પુરૂષ, ૫૦ જી.આર.ડી. મહિલા, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ૩૫ જી.આર.ડી. પુરૂષ, ૫૧ જી.આર.ડી. મહિલા, ટંકારા પોલીસ સ્ટેશનમાં ૧૯ જી.આર.ડી. પુરૂષ, ૨૭ જી.આર.ડી. મહિલા સહિત કુલ-૪૪૬ માનદ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે.

 આ ભરતી માટે શૈક્ષણીક લાયકાત-૩ પાસ કે તેથી વધુ, ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીના, મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા (મી), ટંકારા હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત પોલીસ સ્ટેશન અથવા જી.આર ડી. શાખા, રૂમ નં ૧૫, પોલીસ અધિક્ષકની કચેરી નવા સેવાસદનની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨. ખાતેથી તા.ર૬-૧૦-૨૧ થી તા.૩-૧૧-૨૧ સુધીમાં કચેરી સમય સવારના ૧૦:૩૦ થી ૧૮:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે તેમજ તા.૦૩/૧૧/૨૦૨૧ ના ૧૮:૧૦ સુધીમાં અરજી ફોર્મ અચુક જમા કરાવવાના રહેશે. ભરતી પ્રકીયાની વિગતવારની માહિતી "Morbi Police" ના ફેસબુક પેજ પર તથા અત્રેની જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂમાં મળી રહેશે. તેમ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની યાદીમાં જણાવેલ છે.




Latest News