હળવદના દેવળીયા પાસે કાર આડે ગાય ઉતરતા અકસ્માત: બે યુવતીને ઇજા
મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું
SHARE









મોરબીના વાલ્મીકિ વિસ્તારમાં સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા બાલિકા પૂજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામાજીક સમરસતા સમીતી દ્રારા રામાયણના રચિયતા આદિ કવિ વાલ્મીકી ઋષિની જયંતી નિમિતે મોરબીના વાલ્મીકી વિસ્તારમાં ભવ્ય અને ઐતિહાસીક રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા, મોરબી જીલ્લાના સંઘચાલક લલિતભાઈ ભાલોડીયા, જીલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા, જીલ્લા સમરસતા સમીતીના સુરેશભાઈ કુંડારીયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અગ્રણી રમેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને વાલ્મીકી ઋષિની આરતી કરવાની સાથો સાથ વાલ્મીકી સમાજની ૧૫ દિકરીઓના જમણા પગના અંગુઠા ધોઈ તેમની પુજા કરેલ હતી અને ચરણામૃત લીધેલ હતું ત્યાર બાદ મુખ્ય વકતા તરીકે મહેશભાઈ બોપલીયાએ મહર્ષિ વાલ્મીકીજીનું ભારતીય જન સમાજ ઉપર ઘણુ બધુ મોટુ ઋણ છે. તેમને આ દેશને સમતા, સમાનતા, બંધુતા, સમન્વયની ભાવનાનુ નિર્માણ કરવાના રચિયતા હતા. તેત્રાયુગમાં ઘણાં બધા ઋષિઓ હતા છતાં માં સિતા માતાને પ્રભુ રામચંદ્રજીએ વાલ્મીકી ઋષિના આશ્રમમાં તેમના સરક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા તેમના સરક્ષણ હેઠળ સર્વગુણ સંપન્ન અને દરેક દરેક વિધામાં માહિર લવ અને કુશનો ઉછેર થયો હતો.
