મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શેરીના કુતરા બાબતે વૃધ્ધને ઘર ખાલી કરી જતા રહેવા અને મારી નાખવાની ધમકી


SHARE













મોરબીના શનાળા ગામે શેરીના કુતરા બાબતે વૃધ્ધને ઘર ખાલી કરી જતા રહેવા અને મારી નાખવાની ધમકી

મોરબીના સનાળા ગામે આવેલ ઇન્દિરા આવાસ વિસ્તારમાં રહેતા વૃદ્ધને કુતરા ભસવા બાબતે એક શખ્સ દ્વારા ધમકાવવામાં આવ્યા હતા અને જો કૂતરું સચવાતું ન હોય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહિતર હું ઘર ખાલી કરાવી નાખીશ તેવી ધમકી આપીને બોલાચાલી કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ ઇન્દિરા આવાસમાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (68) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ ખીમજીભાઇ સોલંકી રહે. સનાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે આરોપીએ તેના ઘર પાસે જઈને કહ્યું હતું કે "તમારા ઘર પાસેનું કૂતરું છે તે મારી પાછળ ભસવા દોડે છે તમે તેનું ધ્યાન રાખજો હવે કૂતરું પાછળ દોડવું ન જોઈએ" જેથી ફરિયાદી વૃધ્ધે કહ્યું હતું કે "કુતરુ અમારું નથી. શેરીનું કૂતરું છે" જે આરોપીને સારું નહીં લાગતા તેને કહ્યું હતું કે જો કુતરુ સચવાતું ન હોય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહીંતર હું ઘર ખાલી કરાવી દઈશ તેમ કહીને વૃદ્ધને ધમકી આપી હતી અને ત્યારબાદ બોલાચાલી કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરી છે






Latest News