મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૨૫ માં સમૂહ લગ્નમાં ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા


SHARE













મોરબીમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા ૨૫ માં સમૂહ લગ્નમાં ૫૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબીમાં કોમી એકતાના પ્રતીક હાજી અહેમદ હુસેનમિંયા બાપુની અધ્યક્ષતામાં ખરા અર્થે જરૂરતમંદ હિન્દુ-મુસ્લિમ યુવક-યુવતીઓના સમુહ લગ્ન એક મંચ ઉપર યોજાયા હતા જેમા નિકાહ તેમજ શાસ્ત્રોકત લગ્નવિધી બાદ દિકરીઓને કન્યાદાન આપવામાં આવુ હતુ.

ગુજરાતભરમાં એકતાનો સંદેશ પુરો પાડવામાં સારું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તેમ મોટા ભાગની વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃતિ અંતર્ગત જાણીતું રહ્યું છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું પણ આગવું સ્થાન હોય તેમ કોમી એકતાના પ્રતિક હિન્દુ મુસ્લિમ સમાજના ૫૧ દુલા દુલ્હન ને એક જ મંચ નીચે એકતાના સંદેશ સ્વરૂપે મુસ્લિમ સમાજના ધર્મગુરુ દ્વારા કલમા અને હિન્દુ શાસ્ત્ર મુજબ હિન્દુ સમાજના ધર્મગુરુ દ્વારા કન્યાદાન કરાવી પ્રભુતામાં પગલાં પાડી જીવનસાથી સાથે સારું જીવન જીવિત બની ખોટા ફિઝુલ ખોટા ખર્ચા થી લોકો બચે અને જરૂરત મંદ ગરીબ મધ્યમ વર્ગના દીકરી દીકરા નું કન્યાદાન નિકાહ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા યોજાય તેવા એકતાના સંદેશ સાથે મોરબીના સૈયદ અહેમદ હુસેન મીયા બાપુ દ્વારા ૨૫ માં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો તેમાં ચાર મુસ્લિમ અને ત્રણ હિન્દુ સમાજના દુલ્હન દુલ્હન ના જોડા એક મંડપ નીચે હિન્દુ મુસ્લિમ પરંપરા અનુસાર મોરબીના મતવા સમાજના જમાત ખાને યોજાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાવા અહેમદશા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી એવી જેમ જ ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષભાઈ રાવલ એ કર્યું હતું.






Latest News