મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

અખિલ ભારતીય કોળી સમાજની મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જિજ્ઞાસાબેન મેર દ્વારા કર્યું આયોજન


SHARE













અખિલ ભારતીય કોળી સમાજની મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જિજ્ઞાસાબેન મેર દ્વારા કર્યું આયોજન

અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન અને સહકારથી તાજેતરમાં ગાંધીનગર ખાતે તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય મહિલા અધ્યક્ષ શ્રીમતી મોહિનીજી શાકયવાર તેમજ દેશના અલગ અલગ રાજ્યો ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશમાંથી તથા અન્ય રાજ્યોમાંથી મહિલા પ્રમુખો તેમજ સંગઠનના રાષ્ટ્રિય મહિલા હોદ્દેદારો ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાના મહિલા પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સંગઠનને દરેક રાજ્યમાં મજબુત કરી સમગ્ર દેશમાં વસતાં કોળી સમાજની મહિલાઓને શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય જેવાં વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે મજબૂત અને સક્ષમ કરવાં તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોળી સમાજમાંથી શહીદ થયેલા નિડર મહિલા ઝલ્કારી બાઈનાં દેશ માટેનાં બલિદાનથી લઈ દેશ માટેના કોળી સમાજના યોગદાનનો ઈતિહાસ વર્ણવતાં દેશભક્તિનો અનેરો અનુભવ થયો હતો. આ બેઠક પૂર્ણ થતાં દેશના દરેક રાજ્યોથી આવેલા મહિલા હોદ્દેદારોને શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા શિલ્ડ આપીને તેમના કાર્યોને બિરદાવ્યાં હતાં.






Latest News