મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર મારામારીમાં ત્રણ ને ઈજા


SHARE













મોરબીના પંચાસર રોડ ઉપર મારામારીમાં ત્રણ ને ઈજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ પાર્ક સોસાયટી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.સામસામે થયેલી મારામારીના આ બનાવમાં બે ભાઈઓ તથા એક યુવાન એમ ત્રણ લોકોને ઇજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જયાં ત્રણેયની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા મયુરસિંહ જોરૂભા જાડેજા (૩૭) અને વિરેન્દ્રસિંહ જોરૂભા જાડેજા (૩૯) નામના બે ભાઈઓને મારામારીના બનાવમાં ઈજા થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સામેના પક્ષેથી ત્યાં જ શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા રવિભાઇ મોહનભાઈ ગોહેલ (૪૧) ને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થયેલ હોય તેમને પણ સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલમાં ત્રણેયની સારવાર શરૂ કરીને હોસ્પિટલ સુત્રો તરફથી સીટી એ ડિવિઝન પોલીસમાં મારામારીના આ બનાવ અંગે જાણ કરવામાં આવેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા મારામારીના આ બનાવની પ્રાથમિક નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

રોહીદાસપરા વિસ્તારમાં મારામારી

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ હીરાભાઈ ચાવડાને તેમના રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી.જેથી પરસોત્તમભાઈ ચાવડાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સ્ટાફના અશોકભાઈ સારદિયા દ્વારા મારામારી સંદર્ભે આગળની તપાસ શરૂ કરાયેલ છે.મારામારીના આ બનાવમાં સામેના પક્ષેથી પણ અજય નામના યુવાનને ઇજા થઇ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડ મહિલા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના અજીતગઢ ગામે મંદિર નજીક રહેતા મધુબેન દિનેશભાઈ પટેલ નામના ૫૦ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મધુબેન પટેલ તેમના ઘરેથી મોરબી બાજુ આવી રહ્યા હતા.ત્યારે હળવદ અને અજીતગઢ ગામની વચ્ચે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા શાહિલાબેન વેસ્તાભાઈ બામણીયા નામની ૪૦ વર્ષીય મહિલાને જેતપર ગામે ઘરે પડી જવાથી હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના જનકસિંહ પરમાર દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News