મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં નવી અધ્યતન સુવિધાઓથી સજ્જ નવી પોસ્ટઓફિસ બનાવવાની માંગ


SHARE













મોરબીમાં નવી અધ્યતન સુવિધાઓથી સજ્જ નવી પોસ્ટઓફિસ બનાવવાની માંગ

મોરબીમાં આવેલ પોસ્ટઓફિસની જગ્યાએ નવી અધ્યતન સુવિધાઓ સાથેની નવી પોસ્ટઓફિસ મોરબીમાં બનાવવામાં આવે તેના માટે મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા હાલમાં સાસંદ, ધારાસભય, કલેક્ટર અને પોસ્ટ મેનેજરને લેખતીમાં રજૂઆત કરેલ છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઈ બ્લોચએ સાસંદ, ધારાસભય, કલેક્ટર અને પોસ્ટ મેનેજરને લેખતીમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ પોસ્ટઓફિસ હવે વસ્તી અને કામના પ્રમાણમાં નાની પડે છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને વિકલાંગો, સીનીયર સીટીઝન, ગર્ભવતી મહીલાઓ સહિતાનોને હેરાન થવું પડે છે જેથી કરીને પોસ્ટ ઓફિસે આવતા લોકો માટે બેસવાની સગવડ સહિતની તમામ સુવિધાઓ સાથે નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં જણાવ્યુ છે કે, સાવસર પ્લોટ, ગ્રીન ચોક તેમજ અનેક વિસ્તારમાં પહેલા જે પોસ્ટ ઓફિસો હતી તેને બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને મેઇન પોસ્ટ ઓફિસે લોકો ઘસારો વધુ રહે છે જેથી આ પોસ્ટ ઓફિસને સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News