મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા યુવાને ઘરમાં અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા યુવાને ઘરમાં અંતિમ પગલું ભર્યું

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કિશનભાઇ ભુપતભાઈ મકવાણા (34) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાત બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે જો કે, યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

બાઇક સ્લીપ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે રહેતા મહેશભાઈ બોઘાભાઈ કોળી (54) નામના આધેડ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે




Latest News