મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરામાંથી દેશી બનાવટની સિંગલ બેરલ જામગરી બંદૂક સાથે એક પકડાયો


SHARE











વાંકાનેરના નવાપરામાંથી દેશી બનાવટની સિંગલ બેરલ જામગરી બંદૂક સાથે એક પકડાયો

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની સિંગલ બેરલ જામગરી એક બંદૂક મળી આવી હતી જેથી કરીને 1000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી સિંગલ બેરલની એક બંધુક મળી આવી હતી જેથી કરીને પોલીસે 1000 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી હાજીભાઈ ઇબ્રાહીમભાઇ મોવર જાતે મિયાણા (40) રહે. નવાપરા ધર્મનગર સંધિ સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આવેલ લેકોનો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા લલીતાબેન નિખિલભાઈ (30) નામની મહિલાને પાવળીયારી નજીક તેના પતિએ માર માર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીમાં રહેતા રાજુભાઈ નટુભાઈ મકવાણા (37) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન સામેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસરમાંથી તેનું બાઈક સ્લીપ થયું હતું જેથી તે યુવાનને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News