મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોઈ કારણોસર દંપતી ઉપર પાઇપ-ધોકા વડે ત્રણ શખ્સે કર્યો હુમલો


SHARE







વાંકાનેરમાં કોઈ કારણોસર દંપતી ઉપર પાઇપ-ધોકા વડે ત્રણ શખ્સે કર્યો હુમલો

વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક આંબેડકરનગરમાં રામાપીરના મંદિર પાસે રમણભાઈની વાડીમાં રહેતા દંપતી ઉપર ત્રણ શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલ દંપતીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક આંબેડકરનગરમાં રામાપીરના મંદિર પાસે રમણભાઈની વાડીમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (50) અને તેઓના પત્ની નયનાબેન નરેશભાઈ સોલંકી (39) ઉપર તા. 21/6 ના રોજ રાત્રીના સવા દસ વાગ્યાની આસપાસ ઋત્વિક, રોબિન રમેશભાઈ અને કૌશલ તેમજ અજાણ્યા શખ્સે કોઈ કારણોસર ઝઘડો કરીને પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો અને દંપતીને માર માર્યો હતો જેથી દંપતીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરી છે અને વધુમાં નરેશભાઇના ભત્રીજા પાર્થભાઈ જયંતીભાઈ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, સામે વાળા તેના કાકાની પાડોશમાં જ રહે છે જો કે, મારા મારી કયા કારણોસર થયેલ છે તેની તેને કોઈ જાણ નથી.

યુવાન સારવારમાં

વાંકાનેરના કુંભારપરામાં રહેતા જીવનભાઈ ભરતભાઈ રાઠોડ (20) તા. 21/6 ના રાત્રીના નવા વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝઘડો કરીને ઈટ તથા પાઇપ વડે માર માર્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધ સારવારમાં

ટંકારાના રખડતું ભટકતું જીવન જીવતા હુસેનભાઇ હાલા (65) ગઇકાલે બપોસે 4:30 વાગ્યાની આસપાસ રાજપીપળીયા ગામ પાસે ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે તેઓને વાંકાનેર લઈ ગયા હતા બાદમાં તેને બેભાન હાલતમાં રાજકોટ સારવાર માટે લઈને આવ્યા છે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News