મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે પાણી પીવા આવવાની ના કહેતા વૃદ્ધ-મહિલ ઉપર છરી વડે હુમલો


SHARE







મોરબીમાં ઘરે પાણી પીવા આવવાની ના કહેતા વૃદ્ધ-મહિલ ઉપર છરી વડે હુમલો

મોરબીના રવાપર રોડ ઉપર કાલીકા પ્લોટ ભવાની સોડાની બાજુમા રહેતા વૃધ્ધના ઘરે પાણી પીવા માટે આવેલા શખ્સને પાણી પીવા આવવાની ના ખી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સે વૃદ્ધને તેમજ ઘર રહેલી એક મહિલાને ગાળો આપીને છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ ઉપર કાલીકા પ્લોટ ભવાની સોડાની બાજુમા રહેતા ચંદુભાઇ કેશેવભાઇ જાદવ જાતે દલીત (ઉ.૫૬) એ હાલમાં મીલન પોપટભાઇ જાદવ રહે. કાલીકા પ્લોટ  વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘરે આરોપી મીલન પોપટભાઇ જાદવ પાણી પીવા આવતા તેઓએ પોતાના ઘરે નહી આવવાનુ કહ્યું હતું જેથી કરીને આરોપી એકદમ ઉશ્કેરાય ગયો હતો અને જેમફાવે તેમ ગાળો આપી હતી બાદમાં જપા-જપી કરીને આરોપીએ તેઓને છરીનો ઘા પેટમા ડાબી સાઇડે મારી દીધો હતો અને દીપુબેન વચ્ચે પડતા તેમને પણ આરોપીએ છરી જમણા હાથે વગાડી હતી અને બંનેને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃધ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News