માળીયા નેશનલ હાઇ-વે ઉપરથી ૮૪ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે શખ્સ ઝડપાયા
મોરબીના વજેપર અને ત્રાજપરમાં દેશી દારૂનો ધંધો બન્યો ગૃહ ઉદ્યોગ !
SHARE









મોરબીના વજેપર અને ત્રાજપરમાં દેશી દારૂનો ધંધો બન્યો ગૃહ ઉદ્યોગ !
મોરબીમાં પોલીસની છત્રછાયા હેઠળ દેશી દારૂનો ધંધો ગૃહ ઉદ્યોગની જેમ વિકસી રહ્યો છે અને ચોક્કસ વિસ્તારોમાં ઘરે ઘરે મહિલાઓ આ ગૃહ ઉદ્યોગમાં જોડાઈ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના વજેપર વિસ્તારમાં અને ત્રાજપર વિસ્તારમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા આથાની સાથે મહિલાઓ મળી આવી હતી જેથી પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે જો કે, ચોક્કસ વિસ્તારમાં દારૂનો ધંધો જે ગૃહ ઉદ્યોગની જેમ ફૂલયો ફાલયો છે તેને પોલીસે કયારે બ્રેક લગાવશે તે સવાલ છે
મોરબીના વજેપર શેરી નં-૨૪ મહિલા પોતાના ઘરમાં દારૂનો ધંધો કરતી હોવાની માહિતી મળી હતી જેના આધારે વજેપરમાં દારૂની રેડ કરી હતી ત્યારે મનીષાબેન સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેસા જાતે ળી (ઉ.૪૭) રહે. વજેપર શેરી નં-૨૪ ના ઘરમાથી દેશી પીવાનો દારૂ બનાવવાનો ૨૦૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ ૫૫૦ ના મુદામાલ સાથે મહિલાની ધરપકડ કરી હતી આવી જ રીતે વજેપર શેરી નં-૨૪ માં રહેતા કાળીબેન વેલજીભાઇ ચૌહાણ જાતે કોળી (ઉ.૬૫) ના ઘરે પણ દારૂની રેડ કરી હતી ત્યારે તેના રહેણાંક મકાનમાંથી દારૂ બનાવવા માટેનો ૫૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૫૦ ના મુદામાલ સાથે તેની અટકાયત કરી હતી
મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬ લિટર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ૩૦ લિટર આથા સાથે મળી મળી આવી હતી જેથી પોલીસે ૧૮૦ ના મુદામાલ મળી આવ્યો હતો અને આ જથ્થો વિનુબેન દિનેશભાઇ મગનભાઇ અદગામા જાતે કોળી (ઉ.૪૨) રહે. ત્રાજપર ઓરીએન્ટલ બેંક વાળી શેરી વાળીનો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે મોરબીના ત્રાજપરમાં શીતલ પાન વાળી શેરીમા જાહેરમાં દારૂની રેડ કરી હતી ત્યારે સાત લિટર દારૂ સાથે દક્ષાબેન કિશનભાઇ સવજીભાઇ કુવરીયા જાતે કોળી (ઉ.૨૧) રહે. ત્રાજપર ગામ શીતલ પાન્ વાળી શેરી વાળી મળી આવી હતી જેથી પોલીસે ૧૪૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરેલ છે
