મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાઇકને હડફેટે લઈને અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકે સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર નજીક બાઇકને હડફેટે લઈને અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકે સામે ગુનો નોંધાયો

વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક ચાલકે ધડાકાભેર તેના બાઈક સાથે વહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક હસનપર રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા હકાભાઇ સત્તાભાઈ મુંધવા જાતે ભરવાડ (30)એ હાલમાં બાઈક નંબર જીજે 36 એએચ 0689 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી તેઓના પિતા સત્તાભાઈ પાંચાભાઇ મુંધવા (74) પોતાનું બાઈક નંબર જીજે 3 એએફ 8199 લઈને વાંકાનેરથી હસનપર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે રોડ ઉપર આવેલી કટ પાસેથી તેના પિતા બાઇકને વણાંક લેતા હતા દરમિયાન આરોપીએ તેનું બાઈક ફુલ સ્પીડમાં ચલાવીને ફરિયાદીના પિતાના બાઈક સાથે અથડાવ્યું હતું જેથી ફરિયાદીના પિતાને માથા અને જમણા પગના સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News