મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું વાંકાનેરના દેરાળા ગામે પ્રેમિકાના મંગેતરને પ્રેમસબંધની વાત કરનારા યુવાનને પ્રેમિકાના સસરા સહિત ચાર શખ્સોએ માર માર્યો મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મનો ખાર રાખીને યુવાન ઉપર તલવાર વડે હુમલો, આંગળી કપાઈ ગઈ: દંપતિ સામે ફરિયાદ મોરબીમાં એસીનું પાણી ઘરમાં પડતું હોવાનો ખાર રાખીને યુવાનને સાત શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સજનપર-ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા બાળકનું મોત, મહિલા અને આધેડ સારવારમાં


SHARE









મોરબીના સજનપર-ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા બાળકનું મોત, મહિલા અને આધેડ સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવતા સજનપર-ઘુનડા રોડ ઉપર ગત મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રિક્ષાને ડમ્પર ચાલકે હડફેટે લીધી હતી.આ અકસ્માત બનાવમાં ચાર વર્ષના બાળકનું મોત નિપજેલ છે. જ્યારે મૃતક બાળકની માતા અને અન્ય એક આધેડ એમ બે લોકોને ઈજાઓ થતા બંનેને હાલ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટાફે પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના સજનપર-ઘુનડા રોડ ઉપર ગત મોડી રાત્રિના બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ડમ્પરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં યુવરાજ જયેશભાઈ ભાંભોર નામના ચાર વર્ષના આદિવાસી પરિવારના બાળકનું મોત નીપજ્યું હતું.જ્યારે તેની માતા સરોજબેન જયેશભાઈ ભાંભોર (28) રહે.સજનપર તેમજ રસિકવન શાંતિવન (ઉમર 50) રહે.સજનપર એમ બે લોકોને ઈજાઓ થતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.જોકે આ બનાવ ટંકારા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતો હોવાથી આગળની તપાસ અર્થે ટંકારા પોલીસ મથક ખાતે આ બાબતે જાણ કરવામાં આવી હતી.અત્રે નોંધનીય છેકે ટંકારા પંથકમાંથી ભારે માત્રામાં ખનીજ ચોરી થતી હોય છે અને ખાસ કરીને મોડી રાત્રિના આ રોડ ઉપર બેફામ ગતિએ ભારે વાહનો ચાલતા હોવાની પણ અગાઉ અનેક વખત લોકોમાંથી ફરિયાદ ઉઠી છે.છતાં આરટીઓ, ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી થતી ન હોય આવા ગોજારા અકસ્માત બનાવો બને છે અને તેમાં નિર્દોષ લોકો ભોગ બને છે તે હકીકત છે.

મારામારીમાં ઈજા થતાં પરિણીતા સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે અમરધામ મંદિર પાસે રહેતા પ્રેમાબેન રામદયાલભાઈ રાજભર (ઉમર 25) નામની મહિલાને તેમના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજાઓ થતા પ્રેમાબેન રાજભર નામની પરિણીતાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પ્રથમ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હકી.બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.

શનાળા ગામે મારામારી

મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર નજીક આવેલ પટેલ ચેમ્બર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા થતા આધેડને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રમેશભાઈ માવજીભાઈ પટેલ (ઉમર 56) રહે.ભૂમિ ભક્તિ સોસાયટી રવાપર-ઘુનડા રોડ રવાપર તા.જી.મોરબીને ઉપરોક્ત જગ્યાએ તેમના ભાઈ દ્વારા માર મારવામાં આવતા ઇજાઓ થઈ હતી.જેથી સારવારમાં ખસેડાયા હતા.એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મધુબેન ધનજીભાઈ મકવાણા નામના 48 વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને મોરબીના જેલ રોડ ઉપરથી જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.તેમ એ ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.અને આ બાબતે નોંધ થતા સ્ટાફના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.




Latest News