મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામી નારાયણ મંદિરના વહીવટ કર્તાઓએ નદીમાં બનાવેલ દિવાલ ઉપરના કોલમ તોડવાનું શરૂ કર્યું, દિવાલ હજુ પણ અડીખમ


SHARE















મોરબીમાં સ્વામી નારાયણ મંદિરના વહીવટ કર્તાઓએ નદીમાં બનાવેલ દિવાલ ઉપરના કોલમ તોડવાનું શરૂ કર્યું, દિવાલ હજુ પણ અડીખમ

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને નદીના કાંઠે વધારાની જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી દિવાલ તોડી નાખવા માટેની નોટિસ આપવામાં આવી હતી જો કે, હાલમાં મંદિરના વહીવટ કર્તાઓએ નદીમાં બનાવેલ દિવાલ ઉપરના કોલમ તોડવાનું શરૂ કર્યું છે અને દિવાલ હજુ પણ અડીખમ છે.

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવની કામગીરી કરવામાં આવી રહી છે અને સંસ્થા દ્વારા મચ્છુ નદીના કાંઠે જે દિવાલ બનાવવામાં આવી છે તે દિવાલ ભવિષ્યમાં જોખમી બની શકે અને તેના કારણે હોનારત સર્જાય તેવી શક્યતા સાથે કલેકટરને અગાઉ અરજી કરવામાં આવી હતી ત્યાર બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને તે કમિટીની તપાસમાં વધારાની જગ્યામાં મંદિરના વહીવટ કર્તાઓએ બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જો કે, કેટલું બાંધકામ વધારાની જગ્યામાં કરવામાં આવ્યું છે તેની કોઈ સ્પષ્ટતા આજ દિવસ સુધી તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. તેવામાં પાલિકાના ચીફ ઓફિસરે બે દિવસ પહેલા વધારાનું બાંધકામ તોડી નાખવા માટેની નોટિસ આપેલ હતી.

જો કે, આજે સવારથી મંદિરના વહીવટ કર્તાઓએ નદી પાસે આરસીસીનું બાંધકામ કરીને જે વધારાની દિવાલ બનાવેલ છે તે દિવાલની ઉપરના ભાગમાં પાંચ ફૂટ કૉલમ આરસીસીના ભરીને રાખ્યા હતા તેને તોડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, જે દિવાલને લઈને વિવાદ થયો છે. તે દિવાલ હજુ પણ અડીખમ છે. ત્યારે આ બાબતે મંદિરના વહીવટ કર્તાઓ સાથે સંકળાયેલ હરિભક્ત ભરતભાઇ બોપલિયા સ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, હાલમાં દિવાલ ઉપર બનાવેલ કૉલમ તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અને દિવાલ કે પછી કેટલું વધારનું બાંધકામ દૂર કરવાનું છે તેને લઈને કોઈ ડિમાર્કેશન હજુ સુધી કરવામાં આવ્યું નથી.

ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, કેટલું બાંધકામ વધારાની જગ્યામાં કરવામાં આવ્યું છે ? અને કેટલું બાંધકામ તોડવાનું છે ? તેની સ્પષ્ટતા તંત્ર શા માટે કરતું નથી. અગાઉ મંદિરના વહીવટ કર્તાઓએ પત્રકાર પરિષદ કરીને કહ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવશે. તેમાં સહકાર આપીને તે મુજબ કામ કરવામાં આવશે. તો તંત્ર શું ચોમાસામાં ભારે વરસાદ પડે અને નદીમાં પાણી આવે તેની રાહ જોઈ રહ્યું છે. તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. 






Latest News