હળવદના સુખપર ગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા વૃધ્ધાનું મોત
SHARE









હળવદના સુખપર ગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા વૃધ્ધાનું મોત
હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ સુખપર ગામના પાટિયા પાસેથી વૃદ્ધા રોડ ઉપરથી જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક વૃદ્ધાના દીકરાએ હાલમાં અજાણ્યા વાહન ચાલક સાથે સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા હીરાભાઈ કલાભાઈ બારણીયા જાતે નાડીયા (30)એ અજાણ્યા વાહનચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના માતા પારૂલબેન કલાભાઈ બારણીયા (ઉંમર ૫૬) હળવદ ધાંગધ્રા રોડ ઉપર સુખપર ગામના પાટિયા પાસે આવેલ ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને તેમને જમણા હાથ, પેટ અને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું માટે હાલમાં મૃતક પારુલબેનના દિકરા હીરાભાઈની ફરિયાદ લઈને હળવદ તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
