હળવદના સુખપર ગામ પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા વૃધ્ધાનું મોત
વાંકાનેરના લુણસરીયા પાસેથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE







વાંકાનેરના લુણસરીયા પાસેથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો
વાંકાનેર નજીકના લુણસરીયા ગામના પાદર પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા લુણસરીયા ગામ પાસેથી પસાર થતા યુવાનને રોકીને તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેની પાસેથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતના દારૃ સાથે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટીની અંદર રહેતા સંજય જેસીંગભાઇ હાડા જાતે કોળી (ઉંમર ૨૭) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ દારૂની બોટલો ક્યાંથી આવી હતી અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
એક બોટલ દારૂ
મોરબીના પંચાસર રોડ પર આવેલ ગીતા ઓઇલ મિલ પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે જસાભાઈ ઉર્ફે લાલો લીંબાભાઇ ગોલતર જાતે ભરવાડ (૨૦) રહે. પંચાસર રોડ ગીતા ઓઇલ મીલ પાસે, શ્યામ સોસાયટીની બાજુમાં વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
