મોરબીના રાજપર ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE







મોરબીના રાજપર ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી તાલુકાના રાજપર ગામે પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પરિણીતાના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો હાલમાં આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા નરભેરામભાઈ મારવાણિયાના પત્ની મધુબેન (ઉંમર ૫૫)એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલા મધુબેનનો લગ્નગાળો ૩૫ વર્ષનો છે જોકે તેઓએ કયા કારણસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે
