મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ રીક્ષા અથડાવા બાબતે સામસામે મારામારી: 6 ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ રીક્ષા અથડાવા બાબતે સામસામે મારામારી: 6 ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષા અથડાવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તમામ લોકોને સારવાર માટે મોરબીની સિવિલ અને ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રીક્ષા અથડાવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષેથી કુલ મળીને 6 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જે ઇજાગ્રસ્તોમાં રજાક અકબર મોવર (22) રહે. માળિયા ફાટક મોરબી, સલીમ હુસેન મોવર (29), હાજી અકબર મોવર (20) અને ઇમરાન અકબર મોવર (16) રહેમ ચારેય ઇન્દીરાનગર વાળાને ઇજા થયેલ હતી જ્યારે સામા પક્ષે નવાજ અલીમામદ કુરેશી (24) રહે, રણછોડનગર શાંતિવન સ્કૂલ પાસે મોરબી અને સીબતેન સલીમભાઈ કંડિયા (24) રહે. લીલાપર રોડ જકાતનાકા પાસે મોરબી વાળાને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી વી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વરિયાનગરમાં રહેતો આનંદ તેજમલભાઈ રાદોરીયા (43) નામનો યુવાન મધુવન સોસાયટીમાં શિવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માર માર્યો

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા મહેશભાઈ દેવશીભાઈ ભોયા (33) નામના યુવાનને રિક્ષામાં બેસાડીને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

છરી વડે ઇજા

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ બૌદ્ધનગરમાં રહેતા નિલેશ જયેશભાઈ મકવાણા (25) નામના યુવાનને તેના ઘર પાસે રાત્રિના સમયે ડાબા હાથે છરીના ઘા લાગતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનવાની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News