મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાંથી પકડાયેલ દારૂની પેટીઓના ગુનામાં પકડાયેલ વધુ ત્રણ આરોપી બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાંથી પકડાયેલ દારૂની પેટીઓના ગુનામાં પકડાયેલ વધુ ત્રણ આરોપી બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી નજીકથી 105 પેટી દારૂ પકડવાના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીને થોડા દિવસો પહેલા પકડવામાં આવ્યા હતા અને કુખ્યાત બુટલેગરોને કોર્ટમાં રજૂ કરીને પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવ્યા  છે જે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ગુનામાં અગાઉ પોલીસે વધુ ત્રણ આરોપીને પકડ્યા હતા અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે.

મોરબી શહેર વિસ્તારમાંથી થોડા સમય પહેલા 105 પેટી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો જે ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં પોલીસે કુખ્યાત બુટલેગર આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ જાતે દરબારરવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા અને જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઇ અંબાસણીયાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં આ માલ લાલપર પાસે ગોડાઉન ભાડે રાખીને જે દારૂનો વેપલો કરવામાં આવતો હતો તેવું સામે આવ્યું હતું જેથી એસઓજીના પી.એસ.આઇ. બી.એમ. ભટ્ટ દ્વારા આ ગુનામાં આરોપી રમેશ પુંજાભાઈ પટણી (37), ભરત ઉર્ફે બિરજુ ઉર્ફે વિજય જીવરાજભાઈ ઉડેચા (47) અને મેહુલભાઈ ઉર્ફે જીગો ગોવિંદભાઈ સાબરીયાની ટ્રાન્સફર વોરંટના આધારે મોરબીની જેલમાંથી કબજો લઈને ધરપકડ કરી હતી. અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે મોરબી જીલ્લામાં પથરાયેલ દારૂ અને બિયરના વેચાણના નેટવર્કને ભેદવા માટે તપાસ શરૂ કરી છે.

બાઇક  સ્લીપ

મોરબીના વાઘપરા શેરી નં-7 માં રહેતા અનસોયાબેન ચમનભાઈ ધામેચા (69) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શેરીના ખૂણા પાસે બાઇક  સ્લીપ થવાના કારણે વૃદ્ધા નીચે પટકાતા તેઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી

બાઈક સ્લીપ

મોરબીમાં જેલ ચોકની સામેના ભાગમાં રહેતા ઝબુબેન ગોવિંદભાઈ પરમાર (74) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તેઓ બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા અને તેઓને ઇજા થવાના કારણે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News